પોતાને સારુ નેકી વાવો,ને તેના પરિણામમાં કૃપા લણશો; તમારી પડતર જમીન ચાસી નાખો;કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે.હોશિયા ૧૦:૧૨.
આજનો વિચાર—>
ખ્રિસ્તમાં અતી પ્રિય વ્હાલા મિત્રો,
પ્રભુ ઈસુના સર્વોચ્ચ નામમાં
આપ સર્વને સવારની પ્રેમી સલામ.
બહુજ સુંદર અને ટુંકમાં વર્ણન છે.
પોતાને સારુ નેકી વાવો,
ને પરિણામમાં કૃપા લણશો.
નેકી વાવતા જ નથી તો કૃપા લણવાની તો વાત જ ક્યા કરવી અને તેમ છતાં આપણે તો કૃપા પર કૃપા થાય,અધીક થાય,
બેશુમાર થાય,બેડો પાર થાય, એવી અપેક્ષા રાખીએ છીએ.
આ તો એવું થયું કે છતે ખેતર તેમાં કંઈ પણ મહેનત-પ્રયાશ કર્યા વગર ખેતરના શેઢે બેસી મબલખ પાકના ઉતારાની રાહ જોવી…
જે શક્ય જ નથી.
એ માટે ખેતરે જવું પડે,જોવું પડે,
મહેનત કરવી પડે,
ધીરજ રાખવી પડે,
ને ભઈ સાબ તો કંઈ મેળ પડે…
આ મારું વ્હાલું આત્મિક જીવનરુપી ખેતરનુંયે કંઈ એવું જ છે…ગઈ કાલે આપણે જોયું ને,
એ વર્ષોથી સાવ વેરાન,ઉજ્જડ,
પડતર,વાશેલ પડી રહેલ ખેતર,
જમીન જેવા આપણા જીવનોને હવે ચાસી નાખવાનો સમય છે સાહેબ…
હા, એ સાવ બિન ઉપજાઉ થઈ પોતાની ફળદ્રુપતા ગુમાવી દે ને NON AGRICULTUR નો સિક્કો લગાવી ત્યાં દુષ્ટ-વૈરી શેતાન પ્લોટ પાડી પોતાના સાગરીતો સાથે આખે આખી સોસાયટી બાંધી ન દે એ માટે સમય છે ત્યાં સુધી સુધારી લો.
ખેડી નાંખો,ચાસી નાંખો,
ઉથલ-પાથલ કરી નાંખો,
અને પછી જોજો દેવ પોતે પહેલા ને છેલ્લા જરુરી વરસાદની પેઠે તમારા પર નેકી વરસાવે છે કે નહિ
હા,એ આશીર્વાદીત વરસાદના ઝાપટા વરસાવશે…
અને તેથી આ સમય છે,
કૃપાનો સમય છે,
ખંડી લો…
ને હઝકિયેલ ૩૬:૩૪ માની ઉજ્જડ પડેલી તથા તેની પાસે થઈને જનાર સર્વની નજરમાં વેરાન સમાન લાગતી જમીનરુપી તમારુ જીવન હઝકિયેલ ૩૬:૩૫ પ્રમાણેની એ વેરાન ભૂમિ સમાન તમારુ જીવન એદન વાડી જેવું થઈ પડશે…
ઉજ્જડ-બંજર-વેરાન નહિ,
ફળદ્રુપ-ઉપજાઉ-ફળવંત જમીન બનો અને પછી નેકી વાવો,
કૃપા લણો.
કોણ ના પાડે છે,
કોણ અટકાવે છે.
બાકી કાંટાં વાવશો તો પામશોય કાંટાં…
પ્રભુ સમજવા સહાય કરો.
આમીન.
https://youtu.be/d1eIo6FnFaA?si=S0aFy8OLPZRXzRsU
Subscribe,Like,Coment
& Share.
🙏ધન્યવાદ🙏
G.M.GOD BLESS YOU.
સુનીલ વસાવા,નેત્રંગ.
૯/૩/૨૦૨૪.
I am really inspired together with your writing abilities as neatly as with the layout
in your blog. Is that this a paid subject matter or
did you customize it your self? Anyway stay up the nice quality writing, it is uncommon to see a great
weblog like this one today..