ફાધર ડે તરીકે ઉજવણી
તારીખ ૧૯/૦૬/૨૦૨૨
વાર: રવિવાર
ફાધર ડે
આજે ફાધર ડે તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એક પિતા તરીકે પોતાના બાળકોને માટે પિતા શું શું કરી શકે એ વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે, પિતા વિષે અહીં વ્યક્ત કરવું એ મારા માટે અવર્ણનીય છે.
બાઇબલ માં પણ એવા ઘણા પિતાઓ થઈ ગયા જેમણે પોતાના સંતાન માટે સર્વસ્વ સોંપી દીધું પોતે ઘણા દુઃખો,તકલીફ,ચિંતા, હતાશા, નિરાશા, આફત વેઠી જાણે ભાગ્યેજ સુખ જોયું હોય જે પિતા એ આપ્યું એ આવું જગત માં બીજું કોઈ પોતાના સંતાન માટે આપી જ ના શકે.
એટલે જ કહેવાય છે ને કે,
થાક ઘણો હતો ચહેરા ૫ર ૫ણ
અમારી ખુશી માટે પરિશ્રમ કરતા જોયા છે
આંખોમાં ઊંઘ ઘણી હતી છતાં પણ
ચિંતામાં જાગતા જોયા છે
તકલીફો ચારે બાજુ હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે
કોઈને તકલીફ વર્ણવતા ન હતા પણ,
અડધી રાતે ખુલી આંખે અમારા ભવિષ્યના સપનાં સજાવતા જોયા છે,
પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશી ખરીદતા જોયા છે,
એ ખુશી માટે પોતાના શમણાંઓ ને રોળતા જોયા છે,
પોતાની પસંદગીને નાપસંદ કરી,
અમારી પસંદગીને અપનાવતા જોયા છે,
વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અને એક હતી,
પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છે.!!
આવું બીજા કોઈને માટે આવા શબ્દો નીકળી જ ના શકે એક પિતા છે જેને માટે વર્ણન કરવું અઘરું છે.
બાઇબલ માં એક પિતાની પોતાના સંતાન માટે ભૂમિકા ભજવતા અહી જોવા મળે છે, અયુબ:-
અને પરોઢિયે ઊઠીને તે સર્વેની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનાર્પણ કરતો, તે કહેતો કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. અયુબ એ પ્રમાણે હંમેશા કરતો હતો.
આમ પિતા હંમેશા પોતાના સંતાન માટે આંતરિક ભાવનાઓ વ્યક્ત કરે છે પણ એ પડદા પાછળ રહી જાય છે અને એ ક્યારેક સંતાન સમજી શકતા નથી. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિ એ બાળકોએ જે પ્રાપ્ત કર્યું છે એ સઘળું પિતાની છાયામાં બન્યું છે. માટે ક્યારે પણ પિતા માટે એક સંતાન તરીકે એમ ના કહેવું કે “તમે મારા માટે શું કર્યું છે.?
પિતાની જવાબદારીનું વર્ણન આપણે આપણા છેલ્લા શ્વાસ સુધી નહીં જ કરી શકીએ..
આપણે પિતાની જવાબદારી માં સાથ,સહકાર આપીએ.આભાર પ્રભુ આપ સૌ ને આશિષ આપે આમેન 🙏