જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાની પામે, તો ?


ખ્રિસ્તમાં પ્રિય વ્હાલા મિત્રો,
પ્રભુ ઈસુના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ.
માણસ આખું જીવન અથવા આયખું ધન,દૌલત,માન,સન્માન વગેરે જગીક નાશવંત બાબતો કમાવામાં મીથ્યાં ગુમાવે છે.
હા,એ બધુ પણ જરુરી છે જ અપીતું આધ્યાત્મિક બાબતોના અને આત્માના નાશના ભોગે તો હરગીજ નહિ.
પેલો ધનવાન માણસ જેની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ…એટલું કે અનાજ ભરવા જગા ઓછી પડી..
તેણે વિચાર્યું કે હું મારી વખારોને પાડી નાખીશ ને મોટી બંધાવીશ જ્યાં મારું અનાજ અને માલમિલકત ભરી મુંકીશ
હું મારા જીવને કહીશ કે,
ઓ જીવ,ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મુંકેલી છે;આરામ લે,ખા,પી,આનંદ કર..
પણ દેવે તેને કહ્યું કે,
ઓ મુર્ખ,આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે;
ત્યારે જે વસ્તુઓ તેં સિદ્ધ કરી છે તે કોની થશે ?
જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે,
અને દેવ પ્રત્યે ધનવાન નથી,
તે તેવો જ છે.(લૂક ૧૨:૧૬-૨૧)
બધુ જ હોય પણ જીવ,જીવન જ ન રહે તો શું કામનું ?
અને હું સંગ્રહખોરી કરીને બીજાઓના હક પર પણ તરાપ મારું છું.
જરુરિયાત કરતા અને આવક કરતા વધારે પડતું મારુ કરી લઉં એ પણ કોઈકના હકનું પડાવી લીધાને કારણે છે,આજે અમુક જ લોકો ધનાઢ્ય થતા જાય છે,બીજી તરફ ગરીબ વર્ગ ઓર ગરીબ થતો જાય છે,કારણ..
સમતોલપણું,સમાનતા,બેલેન્સ નથી.
શરુઆતની મંડળીમાં બૌ સારી સીષ્ટમ હતી,જેની પાસે વધારે હોય એ વેચીને જેની પાસે ન હોય અથવા ઓછુ હોય તેમને તેઓ વહેચી આપતા..
હું કોઈકનો હક ડુબાડી હાંશીલ કરું
અને તેમ છતાં જો હું મારા પ્રત્યે દેવ સારી રીતે વર્તે એમ ઈચ્છતો હોઉં તો મારા જેવો મુર્ખ કોઈ નથી…
માણસ ધન,માલ-મિલકતથી ઓળખાતો નથી સાહેબ માણસ તેના વ્યવહાર,વર્તન,વલણ,ચારીત્ર્યથી ઓળખાય છે..
મને યાદ છે અમારા લગ્ન સમયે અમારા પાળક સાહેબ સ્વ.રેવ.દલસુખ વસાવા સાહેબે જાહેરમાં કહ્યું હતું કે આ બન્ને જુવાનો ગરીબ,નીર્ધન છે પણ તેઓ બન્ને “પ્રભુમાં પુષ્કળ ધનવાન છે”.
અને અમને આજે પણ એ વાતનું પ્રભુમાં અભીમાન છે.
અમે ઉપરની વાતો પર ચિત્ત લગાડ્યું છે,નાશવંત બાબતો પર નહિ..
અને જ્યારે આપણે અ ક્ષુલ્લક બાબતોને તુચ્છ ગણી આધ્યાત્મિક બાબતો તરફ લક્ષ્ય આપીશું તો શ્રીમાન/શ્રીમતી ધ્યાન દો અનુભવથી કહીશ તમે પ્રભુમાં તો ધનવાન થશો જ થશો પણ જેની આપણને જરુર છે એ બધી બાબતો પણ સમયે સમય આપોઆપ આપણી પાછળ આવશે,
તમારે શોધવાની કે માગવાની પણ જરુર રેશે નહિ..
અને તથી જીવના ભોગે જગત જે નાશવંત છે તે મેળવવાને બદલે,
નાશવંત જગતના ભોગે જીવ બચાવવા પ્રયાશ કરીએ…
અન્યથા આખું જગત આપીને પણ તમે તમારા જીવને બચાવી શકશૌ નહિ..
પ્રભુ સમજવા સહાય કરો.આમીન.
ધન્યવાદ.
G.M.GOD BLESS YOU.
સુનીલ વસાવા,નેત્રંગ.
(સી.એન.આઈ.ચર્ચ,ઘોઘા).
૧/૩/૨૦૨૩.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *